STORYMIRROR

Vrajlal Sapovadia

Comedy Drama

4  

Vrajlal Sapovadia

Comedy Drama

પગ ને ચરણ

પગ ને ચરણ

1 min
333


નામ રૂપ લક્ષણા, બદલતા જોયા બહુ,

પવિત્ર લાગે જો પગ તો તો ચરણ કહું,

કોઈનો એ ભાંગવો હોય તો ટાંટિયો કહું,

પાટુ મારી દઉં તને જો ગુસ્સો આવે બહુ,


વળી માનથી નમું પગે તો હું લાગુ પાય,

દોડી થાકી દુ:ખે પગ તો ટાંગો કહેવાય,

રમતા ખીજાઉં તો લાત મારી દઉં ભાઈ,

ભૂલ કરું તો જવામાં પગ ભારે થઇ જાય,


નાપગા ના ય કુંડાળામાં પગ પડી જાય,

પાપા પગલીથી તો જીવનનું મુહૂર્ત થાય,

ચરણ ચાંપી આગથી જીવન અસ્ત થાય,

પદ, પાય, પાદ, ચરણ ને ટાંગાની લાય !


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar gujarati poem from Comedy