STORYMIRROR

Sunita B Pandya

Comedy Inspirational

4  

Sunita B Pandya

Comedy Inspirational

તું એ બેકાર, હું એ બેકાર

તું એ બેકાર, હું એ બેકાર

1 min
305

ટીનો અને લાલો લંગોટિયા દોસ્તો,

પાનના ગલ્લે મળ્યાં આજ,

એકબીજાની પરિસ્થિતિ પર,

તરસવા લાગ્યાં આજ,


ટીનો બોલ્યો તું એ બેકાર ને હું એ બેકાર,

લાવવી છે ચાર બંગડીવાળી કાર,

બેંકમાં જોઈએ છે છ આંકડાનો પગાર,


સારી નોકરી મળતી નથી, 

મળે નોકરીએ ગમતી નથી,

સારી છોકરીએ મળતી નથી,

મળે છોકરીએ ગમતી નથી,


હદયના પવિત્ર ભાવનો સંબંધ,

ભાવવધારા એ આવી અટકી જાય છે,

લગ્ન સમારંભમાં જવા માટે,

નવા જોડી કપડાં નથી.


રોજ સવારે કરું છું પ્રાર્થના,

ક્યારે આવશે સોનેરી સવાર,

એટીએમમાંથી પૈસા ઉપાડું,

ને ચાર ગણા થઈને આવે બહાર,


ક્યારે થશે આવો ચમત્કાર 

ડુપ્લકેટ વિઝા માટે,

લાઇનમાં ઉભો રહી જાઉં છું,

શોર્ટકર્ટ્સ પણ સફળ થતાં નથી,


કોહલીનો છગ્ગો જોઈ મન હરખાય છે,

આલિયાનો ઠુમકો જોઈ મન મલકાઈ છે

હું એ નડિયાદનો ને,

સરદાર પટેલએ નડિયાદના

એ વાતથી પાછું કોલર ઊંચું થાય છે,


સેલિબ્રિટીઝ સાથે,

સેલ્ફી લેવા પડાપડી કરું છું

શેરબજારનાં ભાવ ઘટતાં,

અમથો હરખાઉં છું,


મેં શું કર્યું જીદંગીમાં એ વિચારીને,

મન બિચારું ફરીથી દુભાય છે,

ચાલ કરીએ કઈ એવું કામ,


સપનાં તો જોઈએ આજ,

સપનાં પર તો નથી કોઈની લગામ,

સફળતા પર નથી કોઈ એકનો અધિકાર,

શોર્ટકર્ટ્સ ભૂલીને,

કરીએ લોંગટર્મનું પ્લાન આજ.


કરીએ શુભ વિચાર,

બનાવીએ શુભ સવાર આજ

કરીએ શુભ કાર્ય,

ભૂખ્યાને કરીએ દાન આજ,

દુઃખીયાંને કરીએ મદદ,


સાંભળીને ન રહીએ અનજાણ,

દર્દભરી પુકાર કોઈની

ન જાણે ક્યારે ખબર કોઈની,

દુઆ કામ કરી જાય !


Rate this content
Log in

Similar gujarati poem from Comedy