કોણ ગેમ રમી ગયું ?
કોણ ગેમ રમી ગયું ?
શું નામ હતું એનું ?
ગેમઝોન કે ગેમકાંડ,
મજા કરો કે સજા ભોગવો,
ક્ષણભરની ખુશી કે ક્ષણભરમાં ગમગીન,
રૂપિયા ખર્ચીને પહોંચો કે મફતમાં મોતને પામો,
વિશ્વાસ રાખીને ખિલખિલાટ કરો કે,
વિશ્વાસઘાત મેળવીને ચિચિયારી પામો,
પપ્પા લઈ જાઓને આજે ગેમઝોનમાં
મમ્મી આજે તો હું જીતીને જ ઘેર જઈશ
અંકલ અંકલ એક સેલ્ફી તો લો,
માસૂમની માસૂમિયતની
આટલી મોટી સજા,
કોણ ગેમ રમી ગયું ?
જિદ કરનાર માસૂમ ?
જિદ સામે ઝૂકીને લઈ જનાર પાલનહાર ?
કે પછી ?