STORYMIRROR

Sunita B Pandya

Classics Inspirational Others

4  

Sunita B Pandya

Classics Inspirational Others

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ

1 min
581


કક્કાથી લઈને બારાખડી સુધી 

રમતાંરમતાં શીખી હું તો ગુજરાતી 

મારા હૃદયના તાંતણે ધબકતી

મારી ભાષા ગુજરાતી 

ગમતી મને ગુજરાતી,


મહેસાણામાં હેડતી

ને કાઠિયાવાડમાં હાલતી

અને ચરોતરમાં તો ભૈ વિહરતી 

એવી મારી ભાષા ગુજરાતી 

ગમતી મને ગુજરાતી,


સુરતીએ ખાયધો લોચો

ને પટ્ટણીએ પીધી સાછ

વળી ચરોતરીએ પીધું ધરાઈને પોની 

એવી મારી ભાષાની બોલીઓ 

ગમતી મને ગુજરાતી,


બાર ગાઉ એ બદલાતી બોલી

બાર મહિના બોલાતી બોલી

પરોણાને આવકારતી

આવો રા કહીને વધાવતી

ગરબાનાં તાલે ઘૂમતી

ને સાહિત્યમાં છલકાતી

એવી મારી ભાષા ગુજરાતી

ગમતી મને ગુજરાતી,


અખૂટ શબ્દોથી શોભતી,

ને ફૂલોની જેમ સુગંધ પ્રસરાવતી

સામે રસ્તે ભટકાતી,

ને સિંહની જેમ ગરજતી 

છંદ અલંકારથી ઝગમગતી

ને ઈશારે વાત કરતી

એવી મારી ભાષા ગુજરાતી

ગમતી મને ગુજરાતી,


લાડુબાડુ ખાશો કે નહિ ?

પેનબેન આપશો કે નહિ ?

સાબુબાબુ મળશે કે નહિ ?

ગમ્મત ગુલાલ કરાવતી

એવી મારી ભાષા ગુજરાતી

ગમતી મને ગુજરાતી.


Rate this content
Log in