ચંચળ મન
ચંચળ મન
મારા મનનો હિંડોળો આમ તેમ ઝૂલે
કયારેક આગળ આવીને મનમાં હરખાય
કયારેક પાછળ સરકીને મનમાં રૂંધાય
કયારેક થંભીને મનમાં રોકાય,
ક્યારેક બની જાય મનનો માલિક
ક્યારેક બની જાય મનનો ગુલામ,
ક્યારેક કરે મનમાની
ક્યારેક કરે આનાકાની
ક્યારેક સિંહની જેમ ગરજે
ક્યારેક સાપની જેમ સરકે,
ક્યારેક ભમરો બનીને ભમે
ક્યારેક બાળક બનીને રમે
ક્યારેક કોયલ બનીને ગૂંજે,
ક્યારેક મનની આંખોથી વાંચે
ક્યારે
ક મનને ધૂંધળું કરે,
ક્યારેક ઠંડો બનીને મનને કૂલર કરે
ક્યારેક ગરમ થઈને મનને હીટર કરે,
કયારેક હસીને પોતાને નચાવે
ક્યારેક રડીને જીવતે નરક મનાવે
ક્યારેક ગભરાઈને કુદરત પર શંકા કરે,
ક્યારેક અકળાઈને અફરાતફરી મચાવે
ક્યારેક અટવાઈને આફરો ચડાવે,
ક્યારેક ઉદાર બનીને આત્માનો અવાજ સાંભળે,
ક્યારેક ઈર્ષા બનીને આત્માને નકારે,
કયારેક નીંદર બનીને આરામ કરે
કયારેક નીંદરને આખી રાત જગાડે,
મારા મનનો હિંડોળો આમ તેમ ઝૂલે.