હે માધવ બોલને.....
હે માધવ બોલને.....
હે માધવ બોલને.....
તારા જન્મ પહેલાં તારા મૃત્યુનાં કાવતરાં ઘડાયા
રાજમહેલના બદલે જેલમાં તારો જન્મ થયો
સગાં મામા તારાં દુશ્મન થયાં
સગાં માવતરની છત્રછાયા પણ તે ના ભોગવી
આટલાં બધાં દુઃખ આવવા છતાંય તું નિરાશ કેમ ન થયો ???????
હે માધવ બોલને.....
રાજકુંવર હોવા છતાં ગોવાળના ઘેર તું મોટો થયો
માથે મુગટના બદલે મોરપીંછ તું સજાવતો
રાજમહેલના બદલે વૃંદાવનમાં તે લીલાઓ રચી
છપ્પન પકવાનના સ્થાને માખણમાં જ તું સંતુષ્ટ થયો
શ્યામવર્ણના કારણે 'કાળિયો' કહીને ચીડવતી ગોપીઓ તને
શું તું ક્યારે ડિપ્રેસનમાં ના ગયો ??????
હે માધવ બોલને.....
સો સો કૌરવ પુત્રોને મરાવ્યા તે
જિગરી મિત્રના પુત્ર અને ભાણિયો એવાં અભિમન્યુને મરાવ્યા તેે
મહાયોદ્ધા બર્બરક પાસેથી શિશ તે માગ્યું
મહાનયોદ્વા ભિષ્મ પિતામહને પણ મરાવ્યા તે
મહાન યોદ્ધા દ્રોણાચાર્યને કપટથી મરાવ્યા તે
વચનોથી બંધાયેલા કંસને ય ન છોડ્યો તે
ગાંધારીની સંવેદનાથી પણ તું ન ભોળવાયો
શું તને ક્યારેય પાપનો ડર ન લાગ્યો ???????
હે માધવ બોલને.....
ભગવાન હોવા છતાં તું રાધા ને ન પામી શક્યો
ભગવાન હોવા છતાં તું રણ છોડીને ભાગ્યો
ભગવાન હોવા છતાં તું શિકારીને હાથે મર્યો
ભગવાન હોવા છતાં તારાં કુળનો નાશ થયો
ભગવાન હોવા છતાં તારી સોનાની નગરી નાશ પામી
ભગવાન હોવા છતાં તું સારથિ અને ગોવાળિયો બન્યો
તું પ્રજાને શું સંદેશો આપવા પૃથ્વી પર આવ્યો હતો ??????
હે માધવ બોલને.....
અર્જુનને ત્યાગના બદલે લડવા માટે તે પ્રેરિત કર્યો
ગાંધારીનો શ્રાપ તે હસતાં મોઢે સ્વીકાર્યો
છતાં તું આટલો પૂજનીય કઈ રીતે બન્યો ???????
✍️ Sunita B Pandya
