'હે માધવ બોલને...
'હે માધવ બોલને...
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં જીવન ગુમાવનાર નિર્દોષ લોકો માટે એક નમ્ર શ્રદ્ધાંજલિ છે.
કોઈએ માતા ગુમાવી, કોઈએ સંતાન, તો વડી કોઈએ જીવનસાથી...
આંખો ભીની છે, હૃદય ભારે છે...
પરંતુ આ દુઃખની ઘડીમાં પણ, શબ્દોનું સાહસ આગળ આવે છે.
આ કવિતા દુઃખ, શંકા અને ભગવાન સાથેની મૌન વાતચીત છે —
એક પ્રશ્ન છે 'માધવ' ને...
કે જ્યાં તું સર્જનહાર છે, ત્યાં તું સંહારક કેમ બને છે?
"શ્રદ્ધાંજલિરૂપે રજુ છે —
'હે માધવ બોલને...'"
"હે માધવ બોલને..."
"આકાશ ખુંદતું છે માધવ,
ને ધરતી રડે છે..."
માતાનો હાથ પકડતો નિર્દોષ બાળ,
આજ ઊડી ગયો ભીડમાં ભગવાનની બાહો થકી
માતા ને મળવા આતુર દીકરી
આજે આઘાતમાં ઊંધી પડી છે સરી."
પતિના સપનામાં રંગબેરંગી જીવન શોધતી નવવધૂ,
આજે નીકળી છે અંતિમ યાત્રાએ ચૂપચાપ
આવનારા સંતાનના સપનાથી ઓતપ્રોત નવયુગલ,
આજે યમ ને થઈ ગયું છે વહાલું
"હે માધવ બોલને..."
"ક્યાંક તું જીવન આપે છે,
ક્યાંક તું શ્વાસો ની લૂંટ ચલાવે છે..."
"તને ક્યા નામે પુકારું?
સર્જનહાર કે સંહારક તારું રૂપ છે સારું?"
તું દેવ છે કે દુ:ખનો દાતાર?
આજે ન્યાયને પણ લાગ્યો છે તણાવનો માર
"હે માધવ બોલને.....
એક તરફ તું અણધારી આફત લાવી ને હાહાકાર મચાવી નાખે છે
ને બીજી તરફ તું ભગવદ્ ગીતાને જીવંત રાખીને તારા હોવાની સાબિતી આપે છે
"તું મૌન રહીને પણ બોલી જાય છે,
તું વિનાશમાં પણ એક સંદેશો છોડી જાય છે."
"તને વંદન કરું કે
તાર પર શક કરું?"
."
"હે માધવ બોલને.....
કર્મોના સિદ્ધાંત ને માનું કે
તારા પર કેસ કરું?"
"અદાલત તારી કેમ કહી શકાય?
જ્યારે ન્યાય તારો પણ ફક્ત કથિત લાગે છે!"
"હે માધવ,
જવાબો નહીં મળે કદાચ,
પણ આશાનું દીપક તું રાખી જાય છે સદાય "
