ચિત્તાની ઝડપ
ચિત્તાની ઝડપ
સ્થળ ને નામ બદલાયું
ફરી એકવાર દુર્ઘટના બેવડાઈ,
જીવલેણ અપરાધી ને નિર્દોષ આત્મા
ફરી એકવાર સામસામે રડવા લાગ્યા,
કોઈનો લાલ, કોઈનો યાર, કોઈનો ભરથાર
ફરી એકવાર ગાંઠથી છીનવાઈ ગયો,
અકસ્માતનું નામ ને બેદરકારીનું કામ
ફરી એકવાર નગર આખામાં ચર્ચાઈ ગયું,
નબીરાઓની મજા
ફરી એકવાર નિર્દોષની સજામાં ફેરવાઈ ગઈ,
ચિત્તાની ઝડપ
ફરી એકવાર પોતાની આવડત પર શરમાઈ ગઈ
ને
ફરી એકવાર ચિત્તાની ઝડપ ચિતા સુધી પહોંચી ગઈ.