Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Patel

Tragedy Inspirational

3.8  

Neha Patel

Tragedy Inspirational

હા, અમે બહાર નીકળી શકતા નથી !

હા, અમે બહાર નીકળી શકતા નથી !

1 min
279


કરી છે ચઢાઈ એક મહાદાનવે,

લીધી છે લૂંટી અમ આઝાદી હવે,  

હા, અમે બહાર નીકળી શકતા નથી !


અપનાવ્યું છે શસ્ત્ર એણે સંક્રમણનું,  

કર્યો વાર ને બન્યું અમ ઘર કેદખાનું,

હા, અમે બહાર નીકળી શકતા નથી !


રહ્યો છે વિસ્તારી એ સામ્રાજ્ય પોતાનું,

હોય જ્યાં ભીડ -ભાડવાળું ટોળું સૌનું,  

હા, અમે બહાર નીકળી શકતા નથી !


રહ્યો છે વરસાવી કાળો કહેર કોરોના,

બચાવવા છે ત્યારે જન - જન દેશના,

હા, અમે બહાર નીકળી શકતા નથી !


નાથવા આ મહામારીના વિષેલા નાગને,  

લાવ્યા દેશમાં આ લોકડાઉનરૂપી કૃષ્ણને,

હા, અમે બહાર નીકળી શકતા નથી !


થયો છે સજ્જડ બંધ આખોય દેશ,  

બન્યો લાચાર માનવી ધરી એકલવેશ,  

હા, અમે બહાર નીકળી શકતા નથી !


રહ્યો છે ઘૂમી કોરોના એકલો રણમેદાને,

રહી ઘરમાં હરાવીશું કોરોના કાળને,

હા, અમે બહાર નીકળી શકતા નથી !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy