વિચારોનું વૃંદાવન
વિચારોનું વૃંદાવન
વિચારોનાં વૃંદાવનમાં રચાયો છે રાસ લાગણીઓનો,
ને મચ્યો છે શોર વ્રજની મૂક ભાવનાઓનો !
પ્રેમની મોરલીએ છેડ્યા છે સૂર ઉરની ઊર્મિઓનાં,
ને થયાં છે મન વિચલિત કલ્પનાઓની ગોપીઓનાં !
ચીતરી દીધા મોહક કામણ કૃષ્ણરૂપી કલમે,
ને લખી પ્રેમકથા કૃષ્ણઘેલી રાધાનાં કોરા માનસપટે !