વંદન મારા પથદર્શકોને
વંદન મારા પથદર્શકોને


પડી અધવચ્ચ એકલપંથી પથ્થર બની,
કંડારી જીવંત મૂર્તિ એમાં, તેં પ્રભુ શિલ્પી બની,
કરી રુદન, આવી આ દુનિયામાં બાળ બની,
છાતીતણા અમૃતથી, આપી જીવંતતા તેં માં બની,
અથડાયો કુટાયો હું, દુનિયામાં અબુધ બની,
ભરાવી પ્રથમ સમજણની પા-પા પગલી, તેં પિતા બની,
પાડતી આડા અવળા લીટા રેતીમાં નિરક્ષર બની,
ઘુટાવી કક્કાનો વળાંક, આપી સાક્ષરતા તેં શિક્ષક બની,
કરતી પાંગળી મને એવી તો કેટલીય ક્ષણો વિકળ બની,
ચીંધી મને સચ્ચાઈની સફળ દિશા પળેપળ, તેં ગુરુ બની,
કરતી વંદન મુજ જીવનના એ પથદર્શકોને શિષ્ય બની,
સ્વીકારજો મારી શબ્દરૂપી ગુરુદક્ષિણાને મારા ગુરુ બની.