આજની કરૂણતા
આજની કરૂણતા
- થયા હાવિ વેરઝેરના આવેગ, ને લાગણી હણાઈ;
- જગ આખાયના હૈંયે શૂન્યતા છવાઈ.
કરી રહી છે સંબંધોનો અકસ્માત ફરી અહીં અદેખાઈ,
સ્વાર્થના સગપણ વચ્ચે ગુંગળાતી અહીં પ્રેમસગાઈ.
લઈ રહી છે એ તો આંખોની પાપણે ફરેબી અંગડાઈ,
રાખી દિલના દરિયે આછકલી ભાતૃભવાઈ.
ચાલી રહી છે અહીં તો બનાવટી મ્હોરાની હરીફાઈ,
દેખાદેખીની જંજાળમાં આખરે 'સ્વ'તા ભુલાઈ.
કરાતી હવે તો ઠાઠડીને પણ જીવિત, મેળવવા સરસાઈ!
સત્તાની લાલસા કેવી જબરી ભાઈ!
લાગે છે હવે તો મળશે જ્યારે માણસથી માણસાઈ,
ત્યારે જ વાગશે ફરી દિલથી સંવેદનાની શરણાઈ.
***નેહ ***
