ચુંબકીય જીવન
ચુંબકીય જીવન

1 min

357
છે આ જીવનરૂપી ચુંબકની કથા અનેરી !
ધૃવો એના બે અજોડ,
એક નર અને એક નાર !
છે સાબિતી આ ચુંબકની સહેલી !
થાય સમાન ધ્રુવોનું અપાકર્ષણ અહીં ભારે પ્રચંડ !
વધે આકર્ષણ, સંગ રહે જો નર ને નાર.
છે ચુંબકીય બળરેખાઓ એની વિવિધતાભરી !
કરતાં કજિયો બને પરિવાર વિખંડ,
બને જીવનરેખા અતૂટ, વધે જો સમજણ પરસ્પર.
છે એવી આ હોકાયંત્રની કારીગીરી !
અધવચ અટવાયેલ જીવનની પડે રાડ,
જશે તરી આ જીવન, જો હશે ચુંબકીય નર ને નાર !
છે આ જીવનરૂપી ચુંબકની કથા અનેરી !
ધૃવો એના બે અજોડ,
એક નર અને એક નાર !