પ્રેમ મિલન
પ્રેમ મિલન


હતી અશાબ્દિક મુલાકાત એ મીંઠી !
મળ્યાં જ્યાં નયનોથી નયન,
ને સ્ફૂર્યાં શરમીલા સ્પંદનો ખંજનમહીં !
હતી નજાકત એ સ્પર્શની અનેરી !
અથડાયા જ્યાં હાથથી હાથ,
ને ગુંજયાં હૂંફાળા કંપનોના નાદ કરમહીં !
હતી કાતિલ એ નજરોની જુબાની !
ટકરાયા જ્યાં અધરોથી અધર,
ને મચ્યું રોમાંચક તોફાન ઉર મહીં !
હતી સુગર- ફ્રી ચ્હાની એ ચૂસ્કી !
ભળી જ્યાં કૂણી લાગણીઓની સાકર,
ને વધ્યું પ્રેમનું ગળપણ એના સ્વાદમહીં !
હતી સૌંદર્યતા એ મિલનની અનોખી !
મળ્યા જ્યાં અચાનક 'નેહ' ને 'નીમ',
ને ખિલ્યાં પ્રેમનાં ગુલાબો ઉરમહીં !
હતી અશાબ્દિક મુલાકાત એ મીઠી !
મળ્યાં જ્યાં નયનોથી નયન,
ને સ્ફૂર્યાં શરમીલા સ્પંદનો ખંજનમહીં !