અનોખું વિજ્ઞાન
અનોખું વિજ્ઞાન


છે આ વિજ્ઞાન અનોખું,
કરાવે દર્શન વૈજ્ઞાનિક દ્રષ્ટિથી બ્રહ્માંડનું !
સૂર્ય તારો, જીવંત પૃથ્વી,
કળા ચંદ્રની, તારાની નોખી દીવાબત્તી !
સેટેલાઈટ તરંગ ઝીલે ટાવર,
આવે મોબાઈલ- ટીવીમાં દુનિયાભરની ખબર !
કરે ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ધમાચકડી,
ચમકે વીજળી, જો ફરે ઈલેક્ટ્રોન ફેરફૂદરડી !
સૂર્ય, વનસ્પતિ, પવન ને પાણી,
લાવે નિઃશુલ્ક ઊર્જા કુદરતની તાણી !
કરી ભેગો CO2, H2O ને સૂર્યપ્રકાશની હાજરી,
આપે વનસ્પતિ કાર્બોદિત- સ્ટાર્ચનું ભાથું ભરી !
છે જનક ચરક ને સુશ્રુત આયુર્વેદસંહિતાના,
કરાવ્યા પરચા દુનિયાને ભારતીય ઔષધના !
વગાડે ડંકો રામન, ખુરાના ને 'મિસાઈલ મેન' જગમાં,
ને જગાડ્યો જીવ બોસે સંવેદનશીલ વનસ્પતિમાં !
છૂપાયા બ્રહ્માંડમાં અવર્ણનીય સિદ્ધાંતો વિજ્ઞાનના,
જગાડે જિજ્ઞાસા વૈજ્ઞાનિક તથ્યો વિજ્ઞાનના !
છે આ વિજ્ઞાન અનોખું,
કરાવે દર્શન વૈજ્ઞાનિક દ્રષ્ટિથી બ્રહ્માંડનું !