STORYMIRROR

Khyati Anjaria

Inspirational Tragedy

4  

Khyati Anjaria

Inspirational Tragedy

જીતી ગયો

જીતી ગયો

1 min
783


આકાશ તરફ મીટ માંડતા, ધરતીને તું ભૂલી ગયો?

આજે ઉપર ચઢતા, તું તો નીચે જોવું ભૂલી ગયો,


મોટા થવાના કોડ અનેરા લઈને તું તો આવ્યો,

જુવાનીના આ ચઢાણમાં બાળપણને તું ભૂલી ગયો.


આગળ વધવું સારું છે, પાછળ પણ જોતા રહેવું,

ભવિષ્યની આ ભાગદોડમાં, અતીતને તું ભૂલી ગયો.


અરે! આ શું જીવન છે તારું, આંધળી દોટ લગાવી,

જીત મેળવવાની લાલસામાં, ઉંધી બાજી બિછાવી,


સફળ થવાની ઉતાવળમાં ધીરજ ને ભૂલી ગયો,

આજે તારી હાર થઇ છે, ભલે માને કે તું જીતી ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational