અકબંધ
અકબંધ
1 min
381
ક, ખ, ગ ને ગુસ્સો આવ્યો, એ, બી, સી, ક્યાંથી ભટકાયો?
ચોપડીમાં ભણતા કાનો માતર, ફુલસ્ટોપ ને કોમાનો જમાનો આવ્યો.
દફતર થયું છે સ્કૂલબેગ ને નાસ્તાનો ડબ્બો લંચબોક્સ,
અંગ્રેજીની ફેશન ચાલી છે, કરે વઘારેનો ત્રાસ.
એકબીજાથી ચડિયાતા છે ગુજરાતી ને ઈંગ્લીશ,
મહત્વ કોઈનું ઓછું નથી પણ પકડી બેઠા રીસ.
બાળકો બધા એ દોટ લગાવી, અંગ્રેજીની પાછળ,
ગુજરાતી ને ભૂલી બેઠા, સાંજે નહિ એક અક્ષર.
ક, ખ, ગ, ને એ, બી, સી, જો પાક્કા બને ભાઈબંધ,
સાથી બનશે બાળકના, ભાષાનું ભવિષ્ય રહે અકબંધ.
