મારુ ભારત
મારુ ભારત
1 min
318
સ્વચ્છ બને, સુવિકાસ કરે, આ મારૂં ભારત રાજ કરે.
દેશોની જયારે વાત કરે, કોઈ ભારત જગની શાન બને,
આ મારૂં ભારત ..
દેશવાસી હોય દેશની શાનને, પ્રગતિનાં સોપાન ધરે,
નિતનવી બોલી, નિતનવા ધર્મો સાથે મળીને કામ કરે,
આ મારૂં ભારત ..
તારું મારૂં સઘળું ભૂલી ને, દેશનો પહેલાં વિચાર કરે,
આન, બાન ને શાનની ખાતર, સર્વ સુખોનું બલિદાન કરે,
આ મારૂં ભારત ..