STORYMIRROR

Khyati Anjaria

Abstract Others

3  

Khyati Anjaria

Abstract Others

રંગત

રંગત

1 min
176

રંગોની થાળી સજાવો, મારે રંગોથી રમવું છે..મનભરીને રમવું છે.


લાલ રતુમ્બલ ગાલ છે જેના, લાલી ભરી લો એની,

હરિયાળી ચોતરફ છે જ્યાં જ્યાં, ભરી લો મુઠ્ઠી એની,

સોના સરખો સૂરજ ચમકે, માંગો પીળો રંગ,

સફેદ રંગ ચાંદા ને કહી દો, આપે બેચાર નંગ ..મારે રંગોથી રમવું છે.


વાદળી રંગ માંગવા સૌએ જવું નથી બહુ દૂર,

આકાશ ને કહો જલ્દીથી મોકલે, પોતાનું થોડું નૂર,

કેસૂડાં ને કામે લગાડો, રંગ કેસરી લાવો,

ગુલાબની પાંદડીઓને કહો કે ગુલાબી રંગ પ્રસરાવે .. મારે રંગોથી રમવું છે.


રંગ ના છૂટે કોઈ પણ આજે, ચાહે ખુશી કે ગમ ના,

બધા રંગને મ્હાણી લેજો, રંગત રહે જીવનમાં,

મેઘધનુષી રંગોની સાથે આજે, મન ભરીને માણીયે,

બીજા ના જીવનમાં રંગ ભરીને, ઉત્સવ આ મનાવીએ ..મારે રંગોથી રમવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract