સંભારણા
સંભારણા


નવા વર્ષની નવીન યાદો,
ગયા વરસની મીઠી યાદો,
સાથે લઇ ને આગળ વધીયે,
ચાલો આપણે હેપી ન્યૂ યર ઉજવીયે.
વીતી ગયું તે સમય પણ વીત્યો,
સારો ખરાબ જે પણ ભોગવીયો,
આજે બધું સારું સારું જ યાદ કરીએ,
ચાલો આપણે હેપી ન્યૂ યર ઉજવીયે.
ખાટા મીઠા અનેક સંભારણા,
કડવા કોઈ તીખા ભાણામાં,
સારી નરસી અનેક બાબતો,
યાદ રાખી ને છે કોઈ ફાયદો ?
તારું મારૂ માં ના પડીયે,
એક બીજાની પડખે રહીયે,
પ્રણ આજે આ એકજ કરીયે,
ચાલો આપણે હેપી ન્યૂ યર ઉજવીયે.
મુઠ્ઠી માંથી ખૂંચવી શકશે,
ભાગ્યમાં જેના જે હોય તેજ મળશે,
બીજાની ખુશી ઓમાં ખુશ રહેવાથી,
આપણી ખુશીઓ પણ જો જો વધશે,
નવા વરસના સ્વાગતમાં,
પારકાને પણ પોતીકા કરીએ,
દિલને ખુશીઓથી તરબોળ કરીએ,
ચાલો આપણે હેપી ન્યૂ યર ઉજવીયે.