ઝાકળ
ઝાકળ
પર્ણની પગદંડી એ સરકી, ઝાકળ બિંદુ ચમકે,
મોતી જાણે પરોવાયું તૃણમાં, નાચે લટકે મટકે,
એકલુંઅટુલું તોયે અલ્લડ, પોતાની મસ્તીમાં,
વહેલી પરોઢનો સથવારો કરતું, સૂરજની સંગતિમાં,
નાજુક એવું જાણે સ્પર્શે, બુંદ બુંદ ફેલાશે,
મોતીઓની માળા, પલમાં આમ તેમ વીખરાશે.
કુદરતની કરતબ જુવો તો, ખેલ આ ન્યારો સમજાશે,
પર્ણની સાથે નાતો જન્મનો, રહેશે સદાય સાથે.