સંબંધ
સંબંધ


લાલ પીળો, કોઈ રંગ વાદળી,
ઊંચા ઊંચા ચડે,
રંગબેરંગી પતંગ આજે,
આકાશે જઈ ઊડે.
ફીરકીની દોરી એ બંધાયા,
છતાંય જોર અજબનું,
એકબીજાને કાપવા મથતા,
નીચું નમે કોઈ કેમનું.
ધાબે ચડી ને પતંગ ચગાવે,
નાના મોટા સાથે,
પતંગ કપાય તો લૂંટ મચાવે,
બીજાની સંગાથે.
ફીરકીની જો ઢીલ ના છોડી,
પતંગ જરૂર કપાવાનો ,
સંબંધોનું પણ આવું જ કૈક છે,
મોહ બધાને જીતવાનો.
સંબંધોને થોડી ઢીલ આપી દો,
જતુ કરી સંબંધ સાચવી લો,
જીવનના આકાશે ઊંચે ચગશે,
તમારો પતંગ જોઈ લો.