વિચારસરણી
વિચારસરણી


મંગળ નડે છે, માળા જપજો,
શનિ છે આડો,સાવધ રહેજો,
શુભ છે આ ને અશુભ પેલું,
આખી દુનિયા ને લાગ્યું છે ઘેલું.
ગ્રહો બિચારા ફરે આકાશે, ધરતી પર છે મનુષ્ય જાતિ,
સારા કાર્યમાં વિઘ્ન એ લાવે, વિચારસરણી છે આ કેવી?
કોઈ નું ભલું થતું હોય જો આજે, ખોટો વિલંબ કરવો શા કાજે?
શુકન બધા આપોઆપ ઉઘડશે, વહેમ ના રાખો કોઈ સંજોગે.
શુભ મુહૂર્તમાં મંગળ કરજો, ચોઘડિયાનું માન સાચવજો,
પણ ઊંડા ઉતરી આ વિષયમાં, કદી ના અટકશો, કદી ના અટકશો.