STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

હરિની હાજરી

હરિની હાજરી

1 min
390

આરતીની દીપશિખામાં દેખાતી હરિ હાજરી તારી,

શંખના મૃદુ ધ્વનિમાં સંભળાતી હરિ હાજરી તારી,


આમ તો ઘટઘટમાં હરિ તું વ્યાપી રહ્યો સદાકાળથી,

મંદિરમાં ફૂલોની ફોરમે પરખાતી હરિ હાજરી તારી,


છે રહેમનજર પ્રત્યેક જીવ પર તારી સદા રહેનારી,

ઘંટના મધુરરવમાં સહજ ગૂંજતી હરિ હાજરી તારી,


ધરીને સામગ્રી તવકૃપાથી પ્રસાદ બની રહે નિરંતર,

એની મનભાવન સોડમથી વર્તાતી હરિ હાજરી તારી,


કવચિત ભાવાવેશે ભક્તજન વિયોગે આંખ ભરતો,

બની અશ્રુ રખેને નૈનથી ઊભરાતી હરિ હાજરી તારી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational