ઘા
ઘા


સારી ગયું જે ખરી ગયું જે, વીતી ગયું તે સમયની સાથે,
આમ જુવો તો હતું ક્યાં આપણું, પારકું હતું એ બીજાની સંગાથે.
નથી ફર્ક કોઈ જાજો લોહી માં, નસોમાં વહેતું વહી ગયું,
ઊંડો ઘા વાગ્યો હૃદયમાં, કોઈ જખમ આ દઈ ગયું.
પોક મૂકી ને રડશો તો યે, કોઈ સાંભળવા નહિ આવે,
જરી જરી માં ડૂસકા મુકશો તો ફક્ત તમને સંભળાશે.
મોહની સાંકળ તૂટી ગઈ ને, મુક્તિ મળી ગઈ માનો,
સંતાપ કરવો રહેવા દો ભાઈ, આ દુનિયાને પહેચાનો.