જીવન
જીવન
સુખોના છાંટા પડશે ને દુઃખોનો થશે વરસાદ,
જીવનમાં જોવા મળશે ક્યારેક ખુશી, ક્યારેક વિષાદ.
ડગલે પગલે સામનો કરવો પડશે, મુશ્કેલીઓથી,
સરળ જીવનમાં કાંઈ ના મળશે, ખાલી રહેશે મુઠ્ઠી.
રોતા રહેશું જો રોદણાં, સંઘર્ષો ઓર જ વધશે,
મારગ કાઢી આગળ વધશું, કોઈ તો રસ્તો નીકળશે.
જગમાં એવું કોઈ નથી, જેનો દુઃખથી નથી પનારો,
હિંમત ને મજબૂત મનોબળ, છે સૌ કોઈનો સહારો.
જીવન છે અનમોલ સૌગાત, ચાલો હસતા હસતા જીવીયે,
કાલ કોને દીઠી છે સાથી, આજે તો જગ ફતેહ કરીએ.