મુશ્કેલ છે..
મુશ્કેલ છે..
પાંખડી પ્રેમની ધરી પ્રેમ માંગવો અહીં મુશ્કેલ છે,
ખોવાયેલાને યાદ કરી આંસુ છુપાવા મુશ્કેલ છે.
દઈ દઉં હવસનું નામ અને ગણાવું પ્રેમને અપરાધ,
પણ કૃષ્ણે જોડાયેલ પ્રેમ શબ્દને ફરેબ કહેવું મુશ્કેલ છે.
વાયકા હતી, છે અને રહેશે કે હોય અધૂરો પ્રેમ,
પ્રેમને પૂર્ણતા આપવા કળિયુગે લાગણીશીલ થવું મુશ્કેલ છે.
વાસનાને કહે પ્રેમ અને પ્રેમને કહે બરબાદી,
હવે વગર હવસે અહીં પ્રેમ ખોજી આપવો મુશ્કેલ છે.
ખૂટી જાય દિવસો અને ઘટ વાગે છે શ્વાસની,
સાબિત કરવો પ્રેમને એક જન્મમાં આ જમાને મુશ્કેલ છે.
