STORYMIRROR

Sarthak parekh sp

Romance Others

3  

Sarthak parekh sp

Romance Others

ઈઝહારનો દિવસ

ઈઝહારનો દિવસ

1 min
171

આપી દેને મારા હાથમાં તારો હાથ..

દૂર ક્યાં સૂધી રાખીશ ?

એક ધડકનને તેના દિલથી..

જોવા દેને આ આંખોને તારી આંખોમાં..

તડ્પાઈશ ક્યાં સૂધી ?


એક હાસ્યને તેના હરખ વગરના હૈયાથી..

ચલને હસી લઈએ... આજે બંને એકબીજા સાથે..

કાલે હુ તારામાં ખોવાઈને મારુ સ્મિત ભૂલી જઈશ તો..

રડી લેવા દેને તારા ખોળામાં થોડું આજે..


કાલે આ આંખોમાં આંસુની કઈ કદર નહિ હોય તો...

તારી આંખો સાથે દિલને જોડીને ..

કરી દે બે ક્ષણ માટે મારાથી અલગ..

પણ, આ દિલ ક્ષણભરમાં તારુ થઈ જશે તો..

જીવાશે નહીં તારા વગર આ જીવન..


ક્યારેક તારી યાદમાં આ દિલ ધડકવાનું ભૂલી જશે તો..

એટલે જ કહું છું .. આપી દે.. હવે તારો હાથ મારા હાથમાં....

કાલે હું ખુદ ને ભૂલીને તારામાં ખોવાઈ જઈશ તો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance