સહજ નથી
સહજ નથી
આંખ ઉઠાવી જોઉં, છતાં
નમ્રતા રાખવી સહજ નથી,
હાથ તારો છોડીને, જીવન
પાર પાડવું સહજ નથી..
હું જિદે છું ગરિમા
જાળવવામાં મારા પ્રેમની,
પણ તને જોયા પછી મોં
ફેરવી લેવું તે સહજ નથી..
હોઈ શકે તું અને તારી
સુંદરતા, વિશ્વની ચાહક..
પણ અંતરે રહેલ સ્વાભિમાનને
હરાવે, સહજ નથી..
પ્રેમીને મળી મુસ્કાન આપવી
ઔપચારિકતા છે અહીં,
પરંતુ પ્રેમ પણ મેળવવો અને
હસતા રહેવું સહજ નથી..
હજી પણ માણવા તૈયાર છે,
તન-મનને આ માણીગર..
બેવફાઈ બાદ "સાર્થક",
આપે મને સ્વતંત્રતા સહજ નથી.

