પુકાર
પુકાર
સાંભળવા લાયક હું
થયો જ ના કદી,
તે તો કેટલીય વાર
મૌન રહીને પુકાર કરી હતી.
જાણુ છું સૌને છતાં
અજાણ રહું છું હું,
કોઈએ તો મારી પાછળ,
મારા માટે જીહજૂરી કરી હતી,
પથ્થર ફેંક્યો જે તળાવે
ટપ્પા ખવડાવી મેં,
એ તળાવે પણ પાણી પાસે
ચૂપ રહેવા અરજ કરી હતી.
નીકળી રહ્યો હતો હું ચુપચાપ,
જોઉં સૌએ, તે છતાં
ફરિયાદ કરવા મારી, સૌએ,
એ જ ઘડી પડાપડી કરી હતી.
ગમતું હતું મૌન અને
શાણપણ જેને મારુ,
પોતાનું ઝાંખું પડ્યું તો, જિંદગીમાં
મારી એણે નજર કરી હતી.
કહેવત તો સાચી જ હોય છે
લાગે છે સૌને,
મેં વાત કોઈની ખોટી પાડવા
નવી કહેવત રચી હતી.
ક્યાં જાણતો હતો કદી
તને હું સાર્થક,
કે ખોવાયેલ વસ્તુની શોધખોળમાં
ખુદની ખોજ પણ તે કરી હતી.
