STORYMIRROR

VARSHA PRAJAPATI

Tragedy

4  

VARSHA PRAJAPATI

Tragedy

દેનાર થાક્યો છે

દેનાર થાક્યો છે

1 min
383

ઘણું દીધું હવે દેનાર થાક્યો છે,

છતાં ક્યાં કાળનો અસવાર થાક્યો છે,


જગત આંખે બધો આ ખેલ છે ન્યારો,

સમયની પાંપણે આધાર થાક્યો છે,


ધરમ કરતાં પડી છે ધાડ કરવું શું ?

કરમની આંખનો શણગાર થાક્યો છે,


થઈ છે પ્રાર્થના નિષ્ફળ બધી એથી,

બનીને માનવી લાચાર થાક્યો છે,


નજીવો વાયરસ વ્યાપ્યો છે સર્વત્ર પણ,

હજી પણ ક્યાં એનો દાતાર થાક્યો છે,


બન્યા માનવ ના પામ્યા સુખ આ ધરતીનું,

ધરીને ખુદ પ્રભુ અવતાર થાક્યો છે,


વહી છે શ્વાસ 'હેલી' છતાંયે ક્યાં ?

ભરીને લાશનો દરબાર થાક્યો છે ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy