કોઈ વાત તારી છે
કોઈ વાત તારી છે
હૃદયમાં જો ના કોઈ વાત તારી છે,
વિચારોમાં છતાં તારી સવારી છે,
ભરી છે વેદના હૈયે ઘણી માટે,
ખુશી પામીશ એ આશા ઠગારી છે,
અમે તો સાવ પોલા વાંસનાં ઠૂંઠા,
બનીને વાંસળી જાત ઉગારી છે,
હતી જો કે સભા તો લાગણીઓની,
અહીં તો વેદનાઓ પણ પધારી છે,
ભલે શબ્દો ઉછીના છે છતાંયે જો,
ગઝલમાં તો અસર પાછી અમારી છે.