હૃદય પુકારે બહાર થઈ
હૃદય પુકારે બહાર થઈ
આ હૃદય કહે ને નયન સુણે, ને શબદ ઝરે વિચાર થઈ,
ને બને કલમ જો વમળ પછી, તો લખે ગઝલ, કિરદાર થઈ.
ના છુપાવ દર્દ હૃદય તણું, ના નયનને પણ તું લગામ દે,
ને જશે વહી જો એ વેદના, તો મળે ખુશી યે સવાર થઈ.
આ દરદ હતું તો દુવા હતી, ને હકીમ હતા ય ઘણા છતાં,
ના દુવા ફળી ના દવા ફળી, ને પડ્યું કફન જો કટાર થઈ.
તું નમાજ ના પઢે કોઈ દિ, ને કરે નહિ ઈશ ગાન પણ,
જો કરે સહાય બિમારને, તો મળે ખુદા હજાર થઈ.
તું સજાવ સાંજ અજાનથી, હું રેલાવું રંગ મઝાર પર,
ને થશે મિલન કિરતારનું, ને હૃદય પુકારે બહાર થઈ.