Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

VARSHA PRAJAPATI

Inspirational

4  

VARSHA PRAJAPATI

Inspirational

પડઘાય છે આ રાખડી

પડઘાય છે આ રાખડી

1 min
273


સ્નેહના સંભારણાની ગાંઠ છે આ રાખડી,

હેતના ઓવારણાંને કાજ છે આ રાખડી,


હોય સૂતરના જુઓ એ તાંતણાથી છે બની,

તોય ભાઈના હૃદયની ઢાલ છે આ રાખડી,


આમ તો સઘળું સલામત છે અહીં પણ છતાં,

આજ મારી પાંપણે છલકાય છે આ રાખડી,


તું નથી એ વાતને આજે સમય પી ગયો છતાં,

આ હૃદયના એક ખૂણે યાદ છે આ રાખડી,


કાળના તારીખિયામાં ક્યાં કશું બદલાય છે,

હા સમયની આડમાં પડઘાય છે આ રાખડી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational