VARSHA PRAJAPATI

Inspirational

3  

VARSHA PRAJAPATI

Inspirational

એક અબળા નારી ?

એક અબળા નારી ?

1 min
188


જન્મતાં જ કહેવાય છે સાક્ષાત લક્ષ્મી,

તોય આશા રાખે છે લોકો કુબેરના ભંડારની,


આપવામાં આવે છે એને મફત કેળવણી,

પણ નથી કરવા દેતાં એને સ્વતંત્ર ઉજાણી,


એક માત્ર પૂરી કરવા ખુશીઓને પરિવારની,

ખોદે છે કબર ખુદ પોતાની ખુશીઓની,


પારકાને પોતાનાં કરવા આપે છે બલિ મમતાની,

ઊડવું પડે છે અહીંથી એણે રૂડો માળો વીંખી,


કુમારિકા મટી જ્યાં બને એ સૌભાગ્યવતી,

નિત્ય પીવી પડે છે એને ઝેરની પ્યાલી,


ના હોય સંતાન તો કહેવાય એ વાંઝણી,

જો અવતરે પ્રથમ દીકરી તો કહેવાય અભાગણી,


રહેવું પડે છે હંમેશાં એણે નજરકેદમાં એમની,

બાલ્યકાળે પિતા પછી પતિ અને પુત્રની,


હિંમત દાખવી જો એ બને પુરુષ સમોવડી,

સદાય રહે છે એના હાથની કઠપૂતળી,


સાંભળ્યું છે આવી છે એકવીસમી સદી,

યથાવત છે આજે પણ ત્યાં સ્ત્રીની સ્થિતિ,


ભલે જતી હોય આ દુનિયા બદલાઈ,

શું રહેવું પડશે તોય બંધનોમાં બંધાઈ ?


સર કરવા છતાં અનેક સફળતાનાં શિખરો,

શું બની રહેશે એ માત્ર એક અબળા નારી ?


Rate this content
Log in