STORYMIRROR

Dina Chhelavda

Inspirational

3  

Dina Chhelavda

Inspirational

સરગમ ગણવા બેઠા

સરગમ ગણવા બેઠા

1 min
318

શ્વાસ નામની સિતાર લઈને સરગમ ગણવા બેઠા,

અમે મીરાંની કરતાલ લઈને ભક્તિ ભણવા બેઠા !


કેટલો બધો વિશ્વાસ હતો અમને પ્રભુ કૃપાનો,

અમે ઉછીનું અજવાળું લઈ અંધકાર હણવા બેઠા !


વાત ઈશ્વર ભજવાની હતી બસ એકતારો લઈને,

અમે નરસિંહના પદ લઈને શબ્દો વણવા બેઠા !


વાવ્યું હતું ક્યાં કશું ને અંતરમાં બીજ ઊગતા,

ધ્યાની બની ભીતર ઉગેલા હું ને લણવા બેઠા !


એ જ ભક્તિ, એ જ ભાવ ને દર્શનની ઝંખના એ જ,

અમે મણકાની માળા લઈને મંદિર ચણવા બેઠા !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational