STORYMIRROR

Dina Chhelavda

Romance Fantasy

3  

Dina Chhelavda

Romance Fantasy

ઝૂલનારી ક્યાંય ભાળી..!

ઝૂલનારી ક્યાંય ભાળી..!

1 min
173

કાલિંદીના કાંઠે ઝૂકતી,  પૂછતી કદંબ ડાળી,

રેલાવી સૂર વાંસળીના ક્યાં ગયો વનમાળી ?


વહેતી'તી એ યમુના મૈયા લાગે જો કજરાળી,

સૂની સૂની સરતી જોને નજરું લાગી કાળી !

આંસુ એના થંભી જાતાં સૂકે ચડી ભમરાળી,

વ્હાલા કાનુડાને ખોજે રીસે ચડી લટકાળી !


રાધાએ પણ હસતાં રમતાં જાત અહીં પખાળી,

ગોપી સંગે જાત ઝબોળે દેતી'તી એ તાળી !

કામણગારો કાનો યમુના દેતો'તો અજવાળી,

શ્યામ નિરખવા વ્યાકુળ છે એ જોતી રાહ નિહાળી !


કાલિંદીના કાંઠે રહેતી, ઝૂલતી કદંબ ડાળી,

સાવ પડી છે સૂની ઓલી ઝૂલનારી ક્યાંય ભાળી !


Rate this content
Log in

Similar gujarati poem from Romance