જન્મોની પ્રીત
જન્મોની પ્રીત


કાન તારી બંસીમાં રાધાનુ નામ
હું છું તારી દીવાની તું છે મારો શ્યામ
કાન તારું દીવાનુ ગોકુળિયું ગામ
રાધા ને દ્રોપદી ને રુકમણી છે નામ
પીળું પીતાંબર ને અધરે છે સ્મિત
કંઠે છે માળા ને હ્ર્દયે છે મીત
કાનમાં છે કુંડળ ને મુકુટ મોરપિચ્છ
રાધા ને કાનાની છે જન્મોની પ્રીત
યમુનાની પાળે કાન વેણુ વગાડે
દર્શન દેવાને એ તો મુજને સતાવે
કદંબની ડાળે કાન ઝુલા ઝુલાવે
પુનમની રાત સંગ રાસ એ રચાવે
રાધા તારી મટુકીમાં મહીંનું છે સ્થાન
સુધબુધ ગુમાવી એ વેચે ઘનશ્યામ
વનવન વિહરે છે રોજ શોધવાને શ્યામ
બંસી પુકારે રોજ શ્યામાનું નામ