STORYMIRROR

Dr Kaushal N Jadav

Drama Romance Fantasy

3  

Dr Kaushal N Jadav

Drama Romance Fantasy

સાંજનો શણગાર

સાંજનો શણગાર

1 min
208

સાંજનો શણગાર છે તું રાતનો અજવાસ છે...

યાદોના દરિયામાં વહેતો પ્રેમનો વરસાદ છે....


વ્હાલમની આ વાતનો...

જાણે કેવો આ ટહુકાર છે...

મારા શ્વાસે શ્વાસે યાદ આવે...

મેઘનો લલકાર છે...


પ્રેમનો પર્યાય છે તું રૂપનો અંબાર છે...

રાતોના અંધારે ખીલતો ચાંદનો અજવાસ છે...


સપના એ તારા યાદ છે...

પણ રાત જો ને ખૂટે નહીં...

તારી આંખોમાં ડૂબેલો છું...

પણ શ્વાસ મારા છૂટે નહીં...


સાંજનો શણગાર છે તું રાતનો અજવાસ છે...

યાદોના દરિયામાં વહેતો પ્રેમનો વરસાદ છે....


ફૂલોમાં તારી યાદોની...

સુવાસ કેવી આવી રહી...

તારા પ્રેમ ને સંગાથમાં...

આ જિંદગી જે ચાલી રહી...


સાંજનો શણગાર છે તું રાતનો અજવાસ છે...

યાદોના દરિયામાં વહેતો પ્રેમ નો વરસાદ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama