Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dr Kaushal N Jadav

Others

3  

Dr Kaushal N Jadav

Others

યાદ આવે છે

યાદ આવે છે

2 mins
288


યાદ આવે છે એ તારી મારી વાતો...

યાદ આવે છે એ ભીંજાયેલી રાતો...


પ્રેમની વાત અનોખી...આ દિલને સતાવે છે....

શમણું એક અનોખું આખી રાત જગાડે છે...

 

યાદ આવે છે તારી યાદ આવે છે....(2)


મંદ મંદ વહેતો પવન પણ યાદ અપાવે છે...

નયનો મારા આજે એક તસ્વીર બનાવે છે...


તસવીરોમાં મુખડું તારું જોને કેવું મલકાય...

એ યાદો તારી આજ મને મુસ્કાન અપાવે છે...


યાદ આવે છે તારી યાદ આવે છે...(2)


આ યાદ અધૂરી પ્રેમ અધૂરો...દરદ અપાવે છે...

છે મન મસ્ત મગન મન મસ્ત મગન કરી એ સમજાવે છે...


દિલ ચાહે મળવા આજે પણ જોને આ એકાંત...

ખાલીપો આ દિલનો આજે કેમ સતાવે છે?....


યાદ આવે છે તારી યાદ આવે છે...(2)


વાત પ્રેમની વાત વિરહની યાદ આવે છે...

દિલમાં કોઈ અજાણી ફરિયાદ આવે છે...

ફરિયાદોમાં મુજ ને તું કેમ સતાવે છે...

યાદ આવે છે તારી યાદ આવે છે....(2)


હીબકાં લેતું દિલ પણ જાણે એ સમજાવે છે...

વિદાયની વેળાને સુંદરતાથી સજાવે છે...

વસમી વાતો વિરહની આજ દિલ ને સતાવે છે...

યાદ આવે છે તારી યાદ આવે છે...(2)


હરખાતા મુખડે હૈયું રડતું કેમ છૂપાવે છે...

નયનોના કાજળમાં આંસુ કેમ વહાવે છે...

સાંજ સુહાની આજ તારી યાદ અપાવે છે...

યાદ આવે છે તારી યાદ આવે છે...(2)


યાદોના વંટોળે ચડતો કેવો મીઠો વાયરો...

ગુલાબી ઠંડીમાં તારા આંચળનો છાંયડો...

અલગારી વાતો પણ તારી યાદ અપાવે છે...

યાદ આવે છે તારી યાદ આવે છે...(2)


છોડું હું આંગણ પિયરનું હવે યાદ તારી આવશે...

મીઠડી વાતોની તરસ મને ઘડી ઘડી તરસાવશે...

હેત તારું હૈયે રાખી મા મને વળાવજે...મા મને વળાવજે...

યાદ આવે છે તારી યાદ આવે છે...


ભાઈ તારું વ્હાલ મુજને અનંત યાદ આવશે...

વીરા તારી બેનડી તને સપનામાં સતાવશે...

દલડું મારું યાદોને હવે કેમ રે સમજાવશે...

યાદ આવે છે તારી યાદ આવે છે...


બાપના એ ખોળે રમતી બાળપણની યાદ છે...

શાને એની આંખોમાં આજે અશ્રુનો વરસાદ છે...

આશરો એ બાપનો એ ચાંદનો અજવાસ છે...

યાદ આવે છે તારી યાદ આવે છે...


યાદોના અજવાળે આખી જિંદગી વહી જશે...

મા તારો એ અગણિત પ્રેમ બસ યાદોમાં રહી જશે...

મારા વીરા તું યાદ કરજે છાતીએ વળગાડજે...

યાદ આવે છે તારી યાદ આવે છે...


સપના તારા...

વાદળછાયા...

અલબેલો મેઘ મલ્હાર...

જાણે વરસતી વાદળી ને...

વહેતી આંસુઓની ધાર...

વરસતા નયને ભીંજાયો હું...

જાણે યાદોનો વરસાદ જાણે યાદોનો વરસાદ.


Rate this content
Log in