STORYMIRROR

Dr Kaushal N Jadav

Drama Romance

4  

Dr Kaushal N Jadav

Drama Romance

હું મીરા એકલી

હું મીરા એકલી

1 min
178

એની આંખોમાં અમૃત રેલાય છે...

મારા હૈયામાં ખેલ કૈક થાય છે...

એના રાહે હું બેઠી છું એકલી...

એ છે માધવ ને હું મીરા એકલી...

એ છે માધવ ને હું મીરા એકલી...


મારી આંખોના પલકારે આવતો...

એના સ્નેહનો વરસાદ એ વરસાવતો...

પ્રભુ ને કરતી હું સજાનની માંગણી...

જાણે લજ્જાથી શરમાતી લજામણી...


અધૂરી વાતો તારી...

અધૂરી યાદો મારી...

અધૂરા પ્રેમની કરતી હું સરખામણી...

જાણે લજ્જાથી શરમાતી લજામણી...


આજે આકાશે રંગો લહેરાય છે...

એની આંખોથી મોતી વેરાય છે...

એ છે ઊડતી પતંગોનો કાફલો...

એના શ્વાસોમાં ફોરમ મહેકાય છે...

એ મૌસમની ઊડાવે છે ઠેકડી...

એ છે માધવ ને હું મીરા એકલી...

એ છે માધવ ને હું મીરા એકલી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama