માં-ત્યાગની મૂરત
માં-ત્યાગની મૂરત


એક નારી.....
માઁ...
એ ત્યાગની મૂરત છે ને ઘણું સહેતી જાય છે...
જન્મદાતા જ્યારે મૌન થઈ ને પણ ઘણું કહેતી જાય..
ઘા વાગે સંતાનોને ને રૂદિયા એના કંપી જાય છે...
એ માઁ છે સાહેબ...ખુલ્લા પગે પણ ગમે ત્યાં દોડી જાય છે...
રડતો હોય હું અને આંખો એની ભીની થાય છે...
અને હસતો મને જોઈને એ મલકાતી જાય છે....
મારા દરેક શમણાઓને એ આંખોથી સમજી જાય છે...
અમી ભરેલી આંખોથી એ વહાલ વરસાવતી જાય છે...
મળશે હજારો મીઠા પકવાન મહેફિલોમાં...
પણ માંના કોળિયામાં એ જીવનની મીઠાશ રહી જાય છે...
માઁ તો માં છે સાહેબ...
દૂર હોય ત્યારે એની અધૂરપ રહી જાય છે.