STORYMIRROR

Dr Kaushal N Jadav

Drama Inspirational

3  

Dr Kaushal N Jadav

Drama Inspirational

કંઈ રાખી ના શક્યો

કંઈ રાખી ના શક્યો

1 min
199

ઊંડાણથી લખ્યું ઘણું પણ એ વાંચી ના શક્યો

સંઘર્યું ઘણું આ હૈયામાં પણ કંઈ રાખી ના શક્યો,


શોધવા નીકળ્યો સ્વાદ મીઠપનો, આ કડવી દુનિયામાં, પણ કંઈ ચાખી ના શક્યો,

સંઘર્યું ઘણું આ હૈયામાં પણ કંઈ રાખી ના શક્યો,


હૈયાં અને હોઠ એ રમત માંડી પ્રેમની, પણ રમતની હાર-જીતને આંકી ના શક્યો,

સંઘર્યું ઘણું આ હૈયામાં પણ કંઈ રાખી ના શક્યો,


એકલતાનો અંધારપટ દૂર થયો પણ આ ઉજાસને દેખી ના શક્યો,

રાત વીતી ને દિવસ ઊગ્યો છતાંયે આ ઠંડા હૈયાને શેકી ના શક્યો,

સંઘર્યું ઘણું આ હૈયા માં પણ કંઈ રાખી ના શક્યો,


હસ્તરેખાઓમાં શોધ્યો પ્રેમને, અને લલાટ પર ભવિષ્ય ભાખી ના શક્યો,

ઊંડેથી અવાજ આવ્યો કે કરી દે પહેલ પ્રેમની,


પણ શબ્દોમાં પ્રણયનું ગુલાબજળ છાંટી ના શક્યો,

સંઘર્યું ઘણું આ હૈયામાં પણ કંઈ રાખી ના શક્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama