મૌસમનો મિજાજ
મૌસમનો મિજાજ

1 min

464
આજ મૌસમનો કૈક,
મિજાજ અનોખો હતો,
શિયાળાની ઠંડીનો,
અહેસાસ અનોખો હતો,
.
આસમાને વિચરતા એ હંસલાઓનો,
કલબલાટ અનોખો હતો,
નીરવ વહેતા નીરનો,
એ ખળખળાટ અનોખો હતો.
.
પુરવ એ ઉગતા એ ભાણનો,
ચમકાર અનોખો હતો,
ગાયના ગળે બાંધેલા એ ઘૂઘરાનો,
ઝણકાર અનોખો હતો.
.
જાણે કુદરતની મહેફિલનો,
સંગાથ અનોખો હતો,
આજ મૌસમનો કૈક,
મિજાજ અનોખો હતો.