નય પોસાય
નય પોસાય
માન મર્યાદા અને મોભો ત્યજીને આમ, વાહિયાત વાતો કરવી અમને નય પોસાય,
મહેનતથી ભલે ઓછુ મળે પણ આમ હાથ જોડીને માંગણી કરવી અમને નય પોસાય...
પ્રેમ કરો તો ખુલ્લા દિલથી કરો, આમ છુપાઇ છુપાઈ ને મળવાનું અમને નય પોસાય...
દોસ્તોની મહેફિલમાં બેઠા હોય અને એમાંય મોબાઈલમાં આંગળીઓ કરવી એ અમને નય પોસાય....
સફળતાની ચાવી એ મહેનત છે, મહેનત વિના મફતનું ખાવું અમને નય પોસાય....
દોસ્ત બનીને મળ્યા છીએ તો હંમેશા સાથે રહેજો, આમ એક મુલાકાતમાં જ ધરાય જાવું અમને નય પોસાય....
સામી છાતી એ બોલવાની હિંમત હોય તો જ બોલજો, બાકી આમ પીઠ પાછળ વાતું થાય એ અમને નય પોસાય...
જિંદગી મળી છે તો મોજથી જીવી લેવી, અમે તો મોજમાં માનનારા માનવી, આમ બીતા બીતા જીવવું અમને નય પોસાય...
જિંદગીમાં પ્રેમ અને લાગણીની મીઠાશ હોવી જોઈએ, આમ કડવા ઝેર જેવા થવું અમને નય પોસાય...
પ્રેમમાં પડવું અને આમ એકલા મૂકીને ચાલ્યા જવું અમને નય પોસાય.