રાધાકિશનનો રાસ
રાધાકિશનનો રાસ
રાધા ને કાન રમે રાસ
આવી શરદ પૂનમની રાત.
શ્યામની બંસી વ્રજમાં વાગી
ઘેલી સૌ ગોપી કેવી જાગી
રાધાના રૂદીયે વસે છે શ્યામ
આવી શરદ પૂનમની રાત.
કદંબની ડાળે બેઠા વનમાળી
મોરપીંછથી શોભે ગિરધારી
રાધાના હૈયામાં કૈં કૈં થાય
આવી શરદ પૂનમની રાત.
વ્રજમાં વ્હાલે રાસ રચાવ્યો
રાધા-માધવે પ્રેમે વધાવ્યો
નિધીવનમાં રમે છે રાસ
આવી શરદ પૂનમની રાત.