રાધે કૃષ્ણા
રાધે કૃષ્ણા
કુંજગલી સાદ કરે છે
કદંબ ડાળી યાદ કરે છે,
વાંસળી ફરિયાદ કરે છે
વનમાળીનો નાદ કરે છે,
ગોકુળ સૂનું, મથુરા સૂની
સૂનું છે વૃંદાવન સખી,
દ્વારિકા છોડી, વ્રજમાં પધારો
ગિરધારી તું કામણગારો,
વહેલાં વહેલાં કા'ન આવો
રુદિયાનો તમે ભાર ઉતારો.
