STORYMIRROR

Vinod Manek

Inspirational

4  

Vinod Manek

Inspirational

અંશ એનો તો બધાંમાં એ જ છે

અંશ એનો તો બધાંમાં એ જ છે

1 min
32

અંશ એનો તો બધાં માં એ જ છે

ના દીસે તોયે, બધાં માં છે જ છે.


ક્યાં કહું છું, પણ ચહું છું હરપળે

એજ ઈશ્વર કે ખુદા સાચે જ છે.


એજ આભા, એજ એનું નૂર છે

થાય ઝળહળ, દિવ્ય જેનું તેજ છે.


બેસ લે તું બે ઘડી દરબારમાં

જિંદગી જાણે ફૂલોની સેજ છે.


આ ગઝલ પરિસર ભલે રણ હોય પણ

તોય કૂંપળ ફૂટશે, જ્યાં ભેજ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational