STORYMIRROR

Vinod Manek

Classics Inspirational

4  

Vinod Manek

Classics Inspirational

આંખ સામે કરગરે ચ્હેરો ફરી

આંખ સામે કરગરે ચ્હેરો ફરી

1 min
87

આંખ સામે કરગરે ચ્હેરો ફરી

યાદનો સાગર ધરે ચ્હેરો ફરી.


પાંપણે મોતી લટકતાં જે કદી

અશ્રુ તોરણ છાવરે ચ્હેરો ફરી.


ભૂલવાની વાત કયાં ભૂલાય છે?

યાદનાં ઝરણાં ઝરે ચ્હેરો ફરી.


ઈશ્વરે તો મોકલાવી માતને

તીર્થ જેવો સાંભરે ચ્હેરો ફરી.


ના મળે એનો કદી પર્યાય કૈં

માવડીનો તરવરે ચ્હેરો ફરી.


લ્યો બનાવી શી મુલાયમ રાહને

ફૂલ માર્ગે પાથરે ચ્હેરો ફરી.


પ્યાસ 'ચાતક' તૃપ્ત આજે થાય છે

જેમ કુંપળ પાંગરે, ચ્હેરો ફરી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics