STORYMIRROR

Vinod Manek

Abstract Drama Fantasy

4  

Vinod Manek

Abstract Drama Fantasy

ગમે

ગમે

1 min
39


વૃક્ષને કલબલ અને ટહુકો ગમે

જેમ હૈયાને સદા થડકો ગમે. 


સાવ સીધા માર્ગની વાતો કરે

પણ, જલેબીને સરળ રસ્તો ગમે ? 


બસ અલખને ઓટલે બેઠાં પછી

એકતારો હાથથી અળગો ગમે ? 


શું ગમે ને ના ગમે, એ વાત જ્યાં

રામને તો ભકત સૌ સરખો ગમે. 


આખરે એનો વિજય થાશે સદા

એટલે તો સત્યનો પડઘો ગમે. 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract